ચમત્કારની આશા છે બધાને
ચમત્કારની આશા મને નથી
ઈશ્વરની મરજી છે હવે
મરજી મુજબ જીવવું છે
પ્રાર્થના કરી માંગે ચમત્કાર
કંઈક આશા લોકોને પણ છે
આશા રાખો મહેનતથી મેળવવું
મહેનત કદી નિરાશ કરશે નહીં
એક ચમત્કાર મહેનતની પણ છે
સત્કર્મ થકી સુખ મળશે જ
ચમત્કાર માટે માંગો એવું કે
સાચા માર્ગે જવાનું જ રહે
નથી ઈશ્વરના હાથમાં બધું
આપણે જ સાચા માર્ગે જવાનું છે
એક ચમત્કાર પ્રહલાદના જીવનમાં
શ્રી હરિનું સ્મરણ નિત્ય કરતા
હરિનું સ્મરણ કરતાં કરતાં
દીઠાં ખુદ શ્રી હરિ ને જ
આખરી ઈચ્છા આપણી એક જ હોય
શ્રી હરિ વગર જીવન વ્યર્થ જ હોય
- કૌશિક દવે
- Kaushik Dave