" સુખના સહુ સાથી "
પ્રગતિ વખતે સહુ આસપાસ ફરકવા લાગ્યાં.
ખોટું તો ખોટું બધાંય સંગાથે મરકવા લાગ્યાં.
જરા પડ્યું શું આજ, મારા ખિસ્સામાં કાણું!
એક પછી એક બધા, સબંધો સરકવા લાગ્યાં.
બણબણતાં'તાં આજુબાજુ જે માખીની જેમ,
હવે, કોઈ ને કોઈ બહાને, દૂર છટકવા લાગ્યાં.
વસાવ્યાં હતાં એક દિવસ જેમને આંખોમાં,
એમને પણ કણા માફક, હવે ખટકવા લાગ્યાં.
સુખના જ રહ્યા છે આજકાલ હર કોઈ સાથી,
દુઃખી જોઈને બધાં, હવે અંતર રાખવા લાગ્યાં.
એ સમય આવશે ફરીથી એક દિવસ "વ્યોમ"
એજ આશે મંદિર મંદિર, અમે ભટકવા લાગ્યાં.
✍:- વિનોદ મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.