સૂરજ ઊગે ને પુરુષ કામે જાય,
સૂરજ ઢળે ને ઘર ભણી પાછો ફરે.
પણ સ્ત્રીના કામનો અંત કદી ન આવે,
રવિવાર હોય કે રજા, એ કદી ન થાકે.
આખુંય જીવન ઘર-પરિવાર કાજે ઘસે,
પોતાના સપનાઓને હસતા-હસતા ભૂલી જાય.
પોતાનું ઘર ન હોવા છતાં, બીજાનું ઘર સજાવે,
અને એક દિવસ 'તારા પિયર જા' એવું સંભળાવે.
જેના માટે આખી જિંદગી ખપી જાય,
એ જ સંતાનો વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડે.
માનો ત્યાગ અને પ્રેમ કદી ગણાતો નથી,
બસ નિસ્વાર્થ ભાવે વહેતી રહે છે.
શું આજ તેની નિયતિ છે?
(માફ કરશો કડવું છે પણ સાચું છે)
(એક સ્ત્રી માંદી પડે તો ઘરની દશા જોવા જેવી થાય છે)