એંઠવાડ ના ફેંકો....
🙏
ઘર આંગણે ગાયને રોટલા નાખો તો એક બીજા રોટલા ખાવા બહાને લડે અને રાહદારીઓને હડફેટે લે..આ પરિણામ ભોગવવાનું થાય.આપણો દેશ ધાર્મિક છે.તેમ જગત પણ આપણા કરતાં વધુ ધાર્મિક છે.પરંતુ આપણી જે રીત છે,તે મુજબ ધર્મ દાન નથી કરતાં.ગાય,કુતરાને રોટલો નાખો એનો મારો વિરોધ નથી.પરંતુ તેની જગ્યા નક્કી કરેલી હોય ત્યાંજ અથવા સોસાયટીના નાકે જ રાખો જેથી આવી રીતે જીવહાની થાય નહીં. આજની સ્થિતિ એવી છે કે "કૂતરું મીઠાઈ ખાય છે,અને ગાય ઘાસ ખાવાનું ભૂલી રહી છે." કુતરાનેં હવે લૂખો સૂકો રોટલો ભાવતો નથી.અને ગાય ઘરેઘર ફરી ને રોટલા માટે રઝળે છે.આપણને બઉ ધર્મદાનની પડી હોય તો નક્કી કરેલી ગૌ શાળામાં જાતે જઈ જાતે ઘાસ પુળો નાખી આવો.કોઈને રોકડ ના આપશો.કેમકે મહાજનમાં પણ ગાયોની દશા ખૂબ ખરાબ છે.ખોડા ઢોર પાંજરાપોળમાં પણ આ દશા છે.એક વખત આવા પાંજરાપોળનો હિસાબ અને વ્યવસ્થા જોઈ આવવા જેવી ખરી.હું અહીં સાચું લખીશ તો ઘણા ગૌ ભક્તો નારાજ થશે.તેમને તેમના વાસણમાં ખવડાવે છે.અને એ ગાય કે કૂતરા રાત્રે કે દિવસે રસ્તામાંજ મળ મૂત્ર નો ત્યાગ કરે છે.રસ્તે આવતા જતા લોકોનાં પગ ખરડાય છે,ત્યારે તેની તીવ્ર દુર્ગંધ આપણું માથું ફાડી નાખે છે. માટે કૂતરું હોય કે ગાય હોય તેમની જે જગ્યા નક્કી હોય ત્યાંજ જઈ ને રોટલો કે એંઠવાડ નાખો."સાચી ધાર્મિકતા એ છે કે તાવડીનો પહેલો રોટલો કૂતરાને અને એકાદ "છ" કે "બાર" માસે ગાયને ઘાસનું દાન જાતે ગૌશાળા માં કરવું જોઈએ"
"ગાય ઘાસ ખાઈને જીવી લેશે તેમજ કૂતરું ઘાસ ખાતું નથી માટે આપણે રોટલો ના નાખીએ તો તે શિકારી બની જશે." માટે રોટલો કે ઘાસ નાખો તો તેની નક્કી કરેલી જગ્યાએ જ નાખો.ધર્મ તો એવું કહે છે કે એંઠવાડ ખવડાવવું એ "પાપ" છે. માટે એઠું નહીં તાવડીનો પહેલો રોટલો કુતરાનેં માટે રાખી જાતે જઈ યોગ્ય જગ્યાએ નાખીએ.આવી રીતે દરવાજે ઉભા રહી આંનદેવ ના ફેંકીયે.કેમકે કૂતરું પણ યમદૂતનું ફરજંદ છે..... ધન્યવાદ 🙏
- વાત્સલ્ય