ગામડામાં જનકભાઈ ને ત્રણ દિકરા હતા. ત્રણેય દિકરા ની વહુઓ તેમાં પાછા બધાં જ નોકરિયાત. દરેક દીકરો શહેરમાં પોતાના અલગ અલગ મકાનોમાં રહે. જનકભાઈ ગામડામાં રહીને રાતદિવસ મહેનત કરીને બધાને ભણાવ્યા હતા. જનકભાઈ બધાને કહે કે મારે ઘડપણમાં શાન્તિ જ છે ત્રણ ત્રણ દિકરા છે.
ગામમાં રહેતા જનકભાઈ ને સાઠ વર્ષ ની ઉંમરે અચાનક હાર્ટએટેક આવ્યો. સમયસર સારવાર મળી જવાથી જનકભાઈ બચી ગયા.થોડા સમય પછી તેમને રજા આપવામાં આવી પોતાના ગામડાના ઘરમાં એકલાં તો કેમના રહી શકે તેમને સાચવવા પડે અને યોગ્ય સારવાર પણ કરવી પડે.
ગામમાં આવેલા ત્રણ દીકરાઓ અને વહુઓ રૂમમાં એકબીજા ને કહેવા લાગ્યા કે બાપુજીને તું લઈ જા તો પેલો કહે તું લઈ જા અમારે નોકરી બન્ને જણ ને જવાનું હોય તો ત્યાં કોણ સાચવે દરેકે પોતપોતાની રીતે બાપુજીને ના લઈ જવા પડે એ માટે કારણો બતાવી દીધાં.
જનકભાઈ ખાટલામાં પડયા પડયા બધું જ સાંભળી રહ્યા હતા ધીરે ધીરે આંખોમાંથી આંસુની સાથે તેમના હૃદયે સાથ આપવાનું બંધ કરી દીધું.