*અનંતની વાટ માં ને પ્રભુના સાથમાં ,પ્રભુ જેવા થાવા,
*માંડ માંડ મળ્યાં છે દોસ્તો,*
*નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,*
*આજ મળી છે ખુશી,*
*મને એના ગુણાકાર કરવા દે,*
*મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,*
*એવા મિત્રો માં મને તારો સાક્ષાત્કાર કરવા દે. તો હે ઈશ્વર,તારા પ્રેમ નો અંશ,
આ જામી છે અહી ભક્તિની રંગતમાં
*માણવા દે,*
*તારા જ શરણમાં આવી ને વસવું છે વહેલું હે ઈશ્વર,*
*આજ મળેલા દોસ્તો સાથે થોડી તારા નામની ગુફ્તગુ તો કરવા દે,*
*સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,*
*મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે.*
*કૈંક મજાનાં ગીતોમાં છું,*
*ટહુકામાં છું,*
*બીજા શબ્દોમાં કહું તો...*
*બસ જલસામાં છું.*
*ક્યારેક ઇશ્વર ફોન*
*કરી પૂછે..*
*'ક્યાં પહોંચ્યા ? '*
*હું કહું છું કે..*
*'આવું છું...*
*બસ રસ્તામાં છું'.*...
🌹🌹🌹🫶🤝🥰🙏👌