સમય સાથે બધું થાળે પડી જાય છે, પણ ખરેખર તો એમ જીવવાની ટેવ પડી જાય છે.
આંખનું દર્દ આંસુથી દર્શાય જાય છે, પણ દિલની વેદના દિલના ખૂણે સમાય જાય છે.
બળતા જીવને આંસુ ઠારી જાય છે, પણ આંસુ ફક્ત છમકારાનું કામ કરી જાય છે.
લાગણી વાસ્તવિકતાથી દૂર લઇ જાય છે, પણ દોસ્ત! બે સ્પદંન વચ્ચે રહી આજ પણ તું જીવંત કરી જાય છે.
-Falguni Dost