બહારથી જુદો, અંદરથી જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
હસે ત્યારે જુદો, રોવે ત્યારે જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
બોલે ત્યારે જુદો, કરે ત્યારે જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
માને ત્યારે જુદો, ના માને તો જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
સુખમા જુદો, દુઃખમાં જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
દૂરથી જુદો, નજદીકથી જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
સત્યથી જુદો, જુઠ્ઠથી જુદો,
જુદો માણસ, આ જુદો માણસ,
વિચારથી જુદો, કર્મથી જુદો,
જુદો માણસ, આ જુદો માણસ..
મનોજ નાવડીયા