અચાનક તારું રિસાવવું
મારાં મનને ખટક્યું!
ભૂલ તો દૂરની વાત..
રજ માત્ર કોઈ ઠેસ નહોતી આપી!
છતાં મારો અનાદર કેમ?
પ્રેમમાં અવિશ્વાસ કેમ?
કે પછી મારી જ આંખ આડે પડદો હતો...
તારું રિસાવવું અને મારુ મન વિચારોમાં સપડાઈ પડ્યું,
બંને દુઃખી અને કારણ અદ્રશ્ય!
જીત્યો સમય.
-Falguni Dost