દ્રશ્યમાન...
જ્યારે મન હારી જાય ત્યારે કંઈક દ્રશ્યમાન હોય,
એ અદ્રશ્ય થઈને પણ ભીતરમાં દ્રશ્યમાન હોય...
મંજિલે ચાલતા ડગલે પગલે નિરાશા મળતી હોય,
છતાં શ્રદ્ધા રૂપી સાગર ભીતરમાં દ્રશ્યમાન હોય...
જ્યારે ભીંતર મનના પળેપળ ટુકડા થતા હોય,
અંતરને સ્પર્શતો શક્તિપુંજ ભીતરમાં દ્રશ્યમાન હોય...
કર્મો અકર્મોની વહેતી અવિરત શાશ્વત ધારા હોય,
એક પ્રભુ નામની આસ્થા ભીતરમાં દ્રશ્યમાન હોય...
નિરાશાની ગર્તામાં ઓઝલ થતા જીવનમાં હતાશા હોય,
આશા રૂપી સંપૂર્ણ શક્તિ સ્પંદન ભીતરમાં દ્રશ્યમાન હોય.
સમજી ને સમજી શકાતો નથી ભેદ પ્રકૃતિનો ગૂઢ હોય,
અત્ર તત્ર સર્વત્ર આદિ પરા શક્તિ ભીતરમાં દ્રશ્યમાન હોય.
દર્શુ રાધે રાધે....