હૃદય મહીં કકળતો અવાજ આત્માનો હું નીંદરમાં પણ સાંભળી રહ્યો.
ઊંડાણનાં ગર્ભમાંથી આવતો ગેબી અવાજ હું ના સમજી રહ્યો.
અરણ્યમાં લાગતો અગમ્ય દવ જાણે એક એક જીવને દઝાડી મારી રહ્યો.
ઋષિ સંત સમા મૂંગા ઝાડવા વિના વાંકે પાશવી સજા પામતા મૂક જોઈ રહ્યો..
અરણ્યનું આવું કારમું કરુણ રુદન સાંભળી કોઈને ના પીગાળી રહ્યાં.
કહેવાતાં પોતાનાઓમાં રહેલાં એકલાં "દિલ આત્માનો" પોકાર ના કોઈ સાંભળી રહ્યાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..