“ નારી તું નારાયણી “
હું એક સ્ત્રી છું…
વહાલ કરો તો મલકાઉં
અને ઉપેક્ષા કરો તો ઉશ્કેરાઉ !
લાગણીઓને બજેટમાં
રાખીને નથી ચાલતી
એટલે જ વારે- તહેવારે અવાર-નવાર
શોપિંગ કરું છું.
મારું એક સ્મિત માત્ર સો
સમસ્યાઓ ઊભી કરે, અને
ક્યારેક એ જ સ્મિતથી સમાધાન !
પરિચય બધાનો રાખું છું
અને પરચો પણ પરિચયને
અનુરૂપ આપું છું…
કારણ કે હું એક સ્ત્રી છું…
*****
પુરુષને સાહસ અને સફળતામાં
સતત સાથ આપું છું …
અને
મારી સફળતાનો શ્રેય પણ
પુરુષને જ આપું છું…
કારણ કે હું એક સ્ત્રી છું…!!
🙏