અંતિમ મંઝીલે
ના કશું સંગ લઈને આવ્યો હતો.
ના કાંઈ સંગ લઈને જઈ રહ્યો છું.
આવ્યા ત્યારે કપડું બીજાનું હતું.
ઓઢ્યું છે જે એ કફન ન મારું છે.
માયા મમતામાં ખુબ આળોટ્યો,
અંતે જુઓ અગ્નિ લપેટી જવું છે.
જે જે હતા મુજને પ્રાણથી પ્યારા,
તેઓની કાંધે ચડી સફરે જવું છે.
જિંદગીમાં બહુ મંઝીલ કાપી છે.
આજે અંતિમ મંઝીલે જવાનું છે.
સુભાષ ઉપાધ્યાય ‘મેહુલ’