શું કરવા લોકો લડે છે?આ જગતમાં માત્ર ઓછા વર્ષ જીવવાનું છે.અને કામ ઘણું કરવાનું છે.થોડું કામ પતાવ્યું છે,ત્યાં નવું કામ સાસુ આપે જાય છે.ઘરવાળો કે છે કે ટિફિન! નણદ કે ભાભી મારે શોપિંગ જવું છે જલદી તૈયાર થા!છોકરાઓ કે ટ્યુશન છે મમ્મી નાસ્તો!જેઠાણી દેરાણી કે તું છે તો હું પિયર જઈ આવું.જેઠ દિયર કે છે કે હવે તું રસોઈમાં બેસ્વાદ છે.ઘરડો સસરો કે મને જમવાનું નિયમિત આપો,ઘરડી સાસુ કે મારી પગ ચંપી કરો.
પોતાનું જીવન જીવવું ભૂલી અન્યને ગમતું કરતી તને કોઈ પૂછે છે કે તને થાક લાગ્યો તો ઘડીક આરામ કર,માથું પગ દુઃખે તો છોકરાઓ પણ નહિ કેતાં કે લાવ મમ્મી હું તારા પગ હાથ દાબી આપું.ભૂખ લાગી હોય તો પણ બધાંને જમાડી પછી જમવું.આખી જિંદગી બસ આટલા કુંડાળામાં જ જીવન જીવવું?
- वात्सल्य