🌷ચિંતન એનું કરવાનું છે કે જે કોઈનાયે ગુણ - દોષ દેખાય છે, તેમાં દોષ દેહના છે અને ગુણ આત્માના છે, તેથી દોષ નશ્વર છે, ગુણ ટકનારા છે. દ્રષ્ટિ ગુણ ઉપર સ્થિર કરવી જોઈએ, દેહ સાથે ભસ્મ થઈ જનારા દોષો ઉપર નહીં!
🌷મૌન રાખીને અંદર જો સદ્દવસ્તુનું મનન ન થતું હોય, તો એવું મન તો જાનવર પણ રાખે છે અને એના સુઆરોગ્યનું એ પણ એક કારણ છે.
🌷માણસને બોલવું પડતું હોય, તેથી તેના શ્વાસ - પ્રશ્વાસમાં અંતર પડે છે. શ્વાસોચ્છવાસ વિષમ થાય, તો આરોગ્યને હાનિ પહોંચે છે.
🌷વાણી શબ્દથી પણ ભિન્ન છે, વાણી મુખ્ય છે. શબ્દ તેનું સાધન છે. પરાવાણી સૂક્ષ્મ હોય છે, તેથી આંતરવાણીનું પણ નિયમન થવું જોઈએ.
🌷અંદર જે સંકલ્પ ઊઠે છે, તે અયોગ્ય કે ખોટો ન ઉઠે અને જો ઊઠે, તો વાણી દ્વારા પ્રગટ ન થાય, તેનો ખાસ ખ્યાલ રાખવો.
હસ્તાક્ષરનું અક્ષયપાત્ર - ૧૬ / ૧૩૩
www.bhadrankar.com
- રોજનીશીમાંથી અવતરણો;
આલેખક:
પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.