-: પ્રસંગ કથા :-
એક મોટા સાહેબના ઘેર વૃક્ષ કચરો કરતાં હતાં એટલે તેમની પ્યારી પત્નીએ આદેશ કર્યો કે આ ઝાડ કાપી નાખો.જે ઝાડ પોતાના પાડોશીએ ખૂબ મહેનત કરી ઉછેર કર્યો હતો.પતિદેવે અભણ પત્નીનો આદેશ માન્ય કરી ઝાડનું નિકંદન કરી નાખ્યું.ઉનાળો આવ્યો એટલે પોતાની કારને પતિદેવે પાડોશીના મકાન પાસે વાવેલા ઝાડને છાંયે પાર્કિંગ કરવાનું ચાલુ કર્યું.અચરજ એ વાતનું છે કે એ પતિદેવ કોલેજમાં ફી લઇ ભાષણ આપવા જાય છે.વિષય છે
"વૃક્ષ બચાવો."
- वात्सल्य