મીણબત્તી રાતભર સળગતી રહી ,
રાત પણ સાથે જ ઓગળતી રહી .
યાદનાં વંટોળ ઉમટ્યાં દિલ મહીં ,
આંખ વાદળ જેમ જ વરસતી રહી .
ચૂપકીદી ચૂભવા લાગી બધે ,
વેદના નાસુર બની ટપકતી રહી .
ઓલવાઇ ગઇ ઇચ્છાઓ એ બધી,
અંધકારની વાદળી ગરજતી રહી .
ચૂંભતું રહ્યું કશું 'કાન્ત’ શુળ બની ,
લાગણી ચાતક સમી તરસતી રહી .
“તરલા-કાન્ત —પરિવાર
🙏🏻