મારા ગુજરાતની ઓળખ…
ભાષા કોઈ પણ બોલો લહેકો તો ગુજરાતી હોય,
જ્યાં અંગ્રેજી પણ ગુજરાતી સ્ટાઈલમાં બોલાય છે જેમ કે થેંક યુ હો...
જ્યાં ઘૂઘવતો દરિયો સોમનાથ મહાદેવના પગ પખાળતો હોય,
જ્યાં આઠેય પટરાણીઓનાં નાથ એવા દ્વારકાધીશનું રાજ હોય,
જ્યાં સાબરમતી નદી ખલખલ વહેતી હોય ,વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ હોય,
જ્યાં ગબ્બરના ગોખલે માં અંબાના હૃદયસમી અખંડ જ્યોત ગુજરાતમાં અજવાળા પાથરતી હોય.
જ્યાં પ્રતાપી રાજાઓની વિજયી કિર્તી ફેલાવતું વડનગરનું કીર્તિ તોરણ હોય,
જ્યાં એકતા અને અખંડિતતા ના શિલ્પી એવા સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઑફ યુનિટી હોય,
જ્યાં ગુજરાતી ગરબા ને ડાયરાની જમાવટ હોય,
જ્યાં ગરબા એ તહેવાર નહિ પણ હૃદયનો ધબકાર છે,
જ્યાં દરેક તહેવારનો પોતાનો અલગ જ રંગ હોય,
જ્યાં જલેબી ફાફડા માત્ર નાસતો જ નહિ પણ મહેમાનગતિનો આવકારો હોય,
જ્યાં જમવામાં પીઝા પાસ્તા નહિ પણ થેપલાં ને છુંદો હોય,
જ્યાં છાશ અને અથાણાં વગરનું ભોજન ન હોય,
જ્યાં દારૂની મહેફિલ નહિ પણ ચાની લિજ્જત હોય,
જ્યાં ગેસના સિલિન્ડરને બાટલો કહેવાય,
દુનિયામાં ગમે ત્યાં જાવ એક વસ્તુ ગુજરાત હોય..✨
ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ..🙏🏻✨