વાત શું હું કરું ગુણવંતી ગુજરાત ની.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ મહેકતું ગુજરાત.
ફાફડા, ગાંઠીયા, ઢોકળા
અને પાત્રરા ઓળખ છે
ગુજરાત ની.
વાંચે ગુજરાતી, લખે ગુજરાતી
ખાય ગુજરાતી ત્યાં વર્તાય ગુજરાત
અડધી ચા ને પીવે ને
કરોડોનો વેપાર કરે
લાક્ષણિકતા છે ગુજરાત ની
રીક્ષા ધમધમ ચાલે ને
સ્કુટર સમસમી ચાલે ને
જયશ્રી કૃષ્ણ નો નાદ ગુજરાત
નવરાત્રી માં ફરતો ગરબો
સુરતી ઊંધિયું વખણાય
રાતો ની રાતો ટૂંકી પડે
શું વાત કરું ગુણવંતી ગુજરાત ની
1-5-2024
દર્શિતા બાબુભાઇ શાહ "સખી"