હું એટલે? એક સ્ત્રી...
સાંભળી કટુ વેણ કોઈનાં,
પહેરી લઉં છું મ્હોરૂ બહેરાશનું.
જોઈ પીડામાં સ્વજનને,
પહેરી લઉં છું મ્હોરૂ કઠોરતાનું,
કરવાને એમની ચાકરી.
જોઈ મારું વ્હાલું બાળ,
પહેરી લઉં છું મ્હોરૂ મમતાનું.
હોય વડીલો સામે મારી જો,
પહેરું મ્હોરૂ આમન્યાનું.
પતિ, બાળક, સાસુ સસરા
કે પછી હોય કોઈ અન્ય સ્વજન.
પહેરવા પડે મ્હોરા મારે,
જોઈએ જેને હું જેવી એવા.
ઊભી રહું જો અરીસા સામે,
શોધું હું મારું સાચું મ્હોરૂ,
હતું જે મહિયરનાં ઘરે...
-Tr. Mrs. Snehal Jani