🌺શું નામ લખું?🌺
વરસોથી પ્રેમ કરતો હતો અને આજ સુધી કરતો રહ્યો છું.
મારી ભૂલ ના હોય છતાં પણ માફી માગી લેતો હતો કેમકે તું દૂર જાય તે મને ગમતું ન્હોતું.
જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ વાતે તારી ખુશી પુરી કરી છે.કદાચ મારા ખિસ્સામાં નજર પડી હોય અને ખિસ્સું ફાટી ગયું હોય તો પણ તારી નજર ન પડે તેમ સંતાડી દીધું છે.તારે કઈંક ખાવું હોય અને બન્ને ને ભરપેટ ખવાય એટલું બજેટ ન હોય તો હું ઉપવાસ કરું છું એવું જૂઠ બોલી તને ભાવતું જમાડ્યું છે.તારી દરેક વાતો હું ધ્યાનથી સાંભળું અને ખુશ કરવા,હસી લાવવા તને ભાવતો પસંદગીનો બરફનો ગોળો લાવી દઉં.તારી વાતોમાં દિવસ પસાર થઇ જતો હા હું મારી વાતો સંભળાવવા જ આવ્યો હોઉં પણ તારી વાત અને ઉત્સાહનું પૂર્ણવિરામ ક્યારેય આવતું જ નહીં,અને મનમાં next કહી તારી જ વાતો સાંભળું.તું જે રાંધે તે wtsp પર ફોટો પાડી મોકલે પણ કોઈ દિવસ મને ચાખવા ના લાવે અને હું કોઈ પણ મીઠાઈ તારા માટે લાવીને તને ખવડાવું.તું મને ભૂલીને બધું જ ઓહિયા કરી જાય.તારી આંખોમાં હું પ્રેમ શોધતો હતો.અને તું મારો પુરેપુરો લાભ!! દસ દસ વરસની આપણા પ્રેમની પટરી પર દોડતી ટ્રેન ને હું સાથ આપતો હતો પરંતુ તારી ગતિ તું વધારતી જ જતી હતી.છેવટે એ ટ્રેન મારાથી છૂટી ગઇ કેમકે એની ગતિ તેજ હતી.તેણે એક,બે,ત્રણ એમ મોટી બુલેટ ટ્રેનના ચક્કરમાં ખુદની જાતને વેચી નાખી.વરસો બાદ બીમારી,ગરીબી વચ્ચે એ પ્રેગ્નેન્ટ બની એજ લોકલ ટ્રેન પકડી ઘર વાપસી થતાં.જે ટ્રેનમાં ગતિથી ગઇ એજ પટરી પર ખખડધજ ટ્રેન આવી ઉભી રહી.હું નિયમિત જે બાંકડે બેસી એની વાટ જોતો એ જ બાંકડે ભીખારણ હાલતે એ ઉભી રહી આંસુ સારતી.તેની કાયામાં ફાટલ સાડીમાં લપેટાયેલું ઊપસેલું પેટ જોઈ મને દયા આવી અને હોસ્પિટલ ભેગી કરી.હોસ્પીટલના સત્તાવાળાએ સારા સમાચાર આપ્યા "તમારે ઘેર લક્ષ્મી આવી"
રજીસ્ટર પર શું નામ લખું?
નર્સ આટલું બોલી જતી રહી.....
- વાત્સલ્ય