જજની અનોખી સજા
અમેરિકામાં એક પંદર વર્ષનો છોકરો હતો, એક દુકાનમાંથી ચોરી કરતા પકડાયો. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ અધિકારીઓ થી બચવાનો પ્રયાસ કર્યો. પણ નાકામિયાબ રહ્યો.
ન્યાયાધીશે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું, "શું તે ખરેખર બ્રેડ અને ચીઝના પેકેટની ચોરી કરી?
છોકરાએ નીચે જોયું અને જવાબ આપ્યો - હા.
જજ :- કેમ?
છોકરો :- મારે તેની જરૂર હતી.
ન્યાયાધીશ :- તો તારે ખરીદી ને લેવી જોઈએ.
છોકરો :- પૈસા ન હતા.
ન્યાયાધીશ :- પરિવારના સભ્યો પાસેથી પૈસા લાવી લેવી જોઈતી હતી.
છોકરો :- ઘરમાં માત્ર મા છે. બીમાર અને બેરોજગાર, તેના જ માટે બ્રેડ અને ચીઝ ની ચોરી કરી.
જજ :- તારી પાસે કોઈ કામ નથી?
છોકરો :- કાર વોશ નું કામ કરતો હતો. મેં મારી માતાની સંભાળ રાખવા માટે એક દિવસની રજા લીધી હતી, તેથી મને કાઢી મૂકવામાં આવ્યો.
ન્યાયાધીશ :- તે કેમ કોઈની મદદ માગી નહીં ?
છોકરો :- સવારથી ઘરેથી નીકળ્યો હતો, લગભગ પચાસ લોકો પાસે ગયો હતો,આખરે આ પગલું ભર્યું.
દલીલબાજી સાંભળી.ન્યાયાધીશે ચુકાદો સંભળાવવાનું શરૂ કરે છે, ચોરી અને ખાસ કરીને રોટલીની ચોરી એ ખૂબ જ શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ.
"કોર્ટમાં દરેક જણ..મારા સહિત દરેક જણ ગુનેગાર છે, તેથી અહીં દરેકને દસ ડોલરનો દંડ કરવામાં આવે છે. દસ ડોલર આખરે આ પગલું ભર્યું.
દલીલબાજી સાંભળી.ન્યાયાધીશે ચુકાદો સંભળાવવાનું શરૂ કરે છે, ચોરી અને ખાસ કરીને રોટલીની ચોરી એ ખૂબ જ શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ.
"કોર્ટમાં દરેક જણ..મારા સહિત દરેક જણ ગુનેગાર છે, તેથી અહીં દરેકને દસ ડોલરનો દંડ કરવામાં આવે છે. દસ ડોલરજો 24 કલાકમાં દંડ જમા નહીં થાય તો કોર્ટ સ્ટોરને સીલ કરવાનો આદેશ આપશે.
દંડની સંપૂર્ણ રકમ આ છોકરાને આપીને, અદાલત તે છોકરાની માફી માંગે છે.
ચુકાદો સાંભળીને કોર્ટમાં હાજર લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તે છોકરાની પણ આંખ માં આશું આવી ગયા. છોકરો વારંવાર પોતાના આંસુ છુપાવીને બહાર ગયેલા જજ તરફ જોઈ રહ્યો હતો.
શું આપણો સમાજ, તંત્ર અને અદાલતો આવા નિર્ણય માટે તૈયાર છે?
ચાણક્યએ કહ્યું હતું કે "જો કોઈ ભૂખ્યો વ્યક્તિ રોટલી ચોરી કરતા પકડાય તો તે દેશના લોકોને શરમ આવવી જોઈએ."
#UNKNOWN_TELLS