*નાના હતા અને*
*ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા ,* *ભરબપોરે પત્તા ,*
*સાંજે ક્રિકેટ ,*
*સતોડીયું અને*
*ઘંટડી વાગે એટલે*
*બરફનો ગોળો ,*
*રાત પડે એટલે*
*ફરી રમતો ચાલુ ને ચાલુ...* *પંદર વીસ જણાના ટોળેટોળા*
*ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ ..*
*વચ્ચે 20 - 25 દિવસ મામા,*
*માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ*
*બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને*
*સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય* ..
*ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી* .. *અને*
*રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે*
*બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે*
*આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું* ..
*આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી* ..
*આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે* ..
*આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ*
*એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી* ...
*નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે* ..
*એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય* ..
*અત્યારે નૌકરી, ધંધા પર બેઠા* *પછી ગરમી કાળઝાળ લાગે છે*
*પણ એ વખતે તો*
*આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી...*
*મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે...*
*અને*
*નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી*
*કાશ આ પૈસાની થોકડીઓ*
*એ નાનપણ પાછું લાવી આપતું હોત* ...
*શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ*
*એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા...*
*લુચ્ચાઈ શેને કહેવાય*
*એ ખબર જ ના હતી . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું*
*દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી....*
😘 *હવેની પેઢી ના નસીબમાં આ નથી* 😘
*● દફતર લઈને દોડવું...*
*● તૂટેલી ચપ્પલ નું જોડવું...*
*● નાશ્તા ના ડબ્બાઓ...*
*● શર્ટ પર સહીના ધબ્બાઓ..*
*● ખોબે ખોબે પીવાતું પાણી...*
*● રીસેસ ની વિશેષ ઉજાણી...*
*● બેફામ રમાતા પકડ દાવ...*
*● ઘૂંટણ એ પડતા આછા ઘાવ...*
*● બાયોં થી લુંછાતા ચેહરા...*
*● શેરીઓમાં અસંખ્ય ફેરાં...*
*● ઉતરાણ ની રાત જાગી...*
*● પકડાયલા પતંગ ની ભાગી...*
*● ભાડાં ની સાયકલ નાં ફેરાં...*
*● મહોલ્લાના ઓટલા પર ડેરા...*
*● મંજી ની રેલમ છેલ...*
*● ગીલ્લી ડંડા નો એ ખેલ...*
*● ચાર ઠીકડી ને આટા પાટા...*
*● લાઈટના થાંભલે ગામગપાટા..*.
*● વરસાદે ભરપૂર પલળવું...*
*● ખુલ્લા પગે રખડવું...*
*● બોર આમલી નાં ચટાકા...*
*● પીઠ પર માસ્તર ના ફટાકા..*.
*● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...*
*● નાં ટ્યુશન નાં ટેન્શન...*
*વાત સાચી લાગી કે નહિ.....*
*બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં...*
*કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!*
*માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!*
-Megha