હું ચકલી નાનકડી,
કરું ચીં ચીં આખો દિ'...
નડતી ન કોઈને,
ન કરતી હેરાન કોઈને...
તોય ખોવાયું મારું ઘર,
વેરવિખેર થયાં સંબંધીઓ મારાં!!!
ક્યાં લખ્યું એવું એ માનવી!
બનાવવા પોતાનું ઘર,
તોડી પાડવું બીજાનું ઘર?
રહેતી હતી કેવી ઘરમાં ને આંગણામાં!
રહેવું પડે છે મારે ગમે ત્યાં,
આવી કેવી મજબૂરી?
રાખ્યું જો હોત મારું ધ્યાન,
તો મનાવવો ન પડ્યો હોત
'ચકલી દિવસ'.....
ઘર વિનાની, નાશ થવાને આરે આવેલી,
હું નાનકડી ચકલી,
શુભેચ્છા પાઠવું સૌ મનુષ્યોને,
વિશ્વ ચકલી દિવસની શુભકામનાઓ💐