"ઘર એક મંદિર છે."
🙏🌹🙏
કોઈનું ઘર ના બનાવી શકો તો કંઈ નહીં,કોઈનું ઘર તોડી નાખવું એ મહાપાપ છે.જે ઘરમાં અસંખ્ય જીવનો આશરો હોય છે.એ ઘર એણે કાળી મજૂરી કરી બનાવ્યું હોય છે.સખત મજૂરી કરી એનો પરિવાર આશરો અને બે ટંક રોટલો અને પોતાનાં બાળકો માટે ભવિષ્યનાં સ્વપ્ન સાકાર કરવા માટે વિદ્યાભ્યાસનું મંદિર છે.
શહેરના ઘોંઘાટમાં બાળક અને વૃદ્ધ બે ઘડી નીંદર લઇ શકે એટલે એ શાન્તિની સૅજ છે.ગરીબના ઘરને બનાવવા માટે તમેં ચૂંટાઈ આવેલા,એમના મત વડે ચૂંટાયેલા તમેં જ એમનું ઘર તોડી પાડો તો સાલી વેદના થાય જ.ગમે ત્યાં ગયા હોઈએ અને થાકી આવ્યા હોય ત્યારે ઘર જ શોધીયે છીએ.કહેવત છે ને કે "દુનિયાનો છેડો ઘર અને બીજો છેડો સ્મશાન"
સગર્ભા સ્ત્રી હોય,વૃદ્ધ માં બાપ હોય,ખૂબ નાનાં બાળક હોય,જુવાન દીકરીઓ હોય,ઘરની બીમાર વ્યક્તિ હોય તો આવા સમયે ઘર ન હોય ત્યારે તેને વારે વારે કુદરતી હાજતે જવુ,સ્નાનાદી કર્મ તેને માટે ઘર એ આબરૂનો આશિયાનો છે.ચાર દીવાલ બનાવી દીધી એને ઘર ન કહેવાય પરંતુ ઘરમાં તેનો કાયમ કામ લાગતો અસબાબ પડ્યો હોય,મહા મહેનતે કમાઈ કરેલી બચત મૂડી તેમના ભવિષ્યનાં સોણલાં સાકાર કરવા સંતાડેલી પડી હોય ત્યાં બુલડોઝર(આખલા)ફરી વળે મતલબ કે ખેતરમાં પાક ઉભો હોય અને આખલા ચરી જાય ત્યારે ખેડૂતની જે ખરાબ દશા થાય તેવી દશા આ બુલડોઝર ચલાવનાર આખલાઓની થશે એમાં કોઈ બેમત નથી.
गरीबों की हाय कबीरा कबू ना खाली जाय !
मुए ढोर के चाम से लोहा भसम हो जाय ll
ચણતર કરતી વખતે એક એક ઈટમાં,સિમેન્ટ માટીના કણકણમાં એની આશાઓનો મહેલ નહીં નાનું ઝૂંપડું તેને ચારેય દિશાના ખરાબ પવન,વરસાદ-વાવાઝોડા ,ટાઢ,તડકાથી રક્ષણ મળે છે.આબરૂ,રોજગાર,શિક્ષણ,શાન્તિ,સંસ્કાર,વિશ્વાસ જેવાં અનેક માનવીય પરિબળો ઘર સંતોષે છે.દુશ્મન ન કરે તેનાથી જઘન્ય અપરાધ છે કોઈનું ઘર વગર ગુને તોડી પાડવું.
ક્ષણિક વિચાર કરો કે આ જ બુલડોઝર પોતાના ગમતા "ઘરમંદિર" પર ચલાવ્યું હોય તો શું filling થાય? એટલું વિચારજો!
ઘરનો માલિક કોઈ પણ જાતિ,ધર્મનો હોય પરંતુ તેને માટે ઘર એ મંદિર કરતાં અનેકગણું પવિત્ર છે.
"આપણા દેશમાં મંદિર,મસ્જિદ તૂટે તો લોકો રસ્તા પર ઉતરી આંદોલનો કરે છે પરંતુ કોઈનું ઘર તોડી નાખે ત્યારે કોઈ આંદોલન કરવા રસ્તા પર આવતા નથી"
ભગવાનને પ્રાર્થના કરીએ કે તૂટેલા સપનાનું ઘર ઘર તૂટી ગયા મન તૂટી ગયેલા પરિવારને પાછુ મળે,સારું મળે એ માટે સવારમાં ભગવાનને મારી પ્રાર્થના છે."
માગવું તો બે હાથવાળા પાસે શું માગવું?જે આજે દીધેલું પાંચ કિલો અન્ન બે દિવસમાં ખૂટી જાય,ઉતરેલાં ફાટેલા કપડાં બે પાંચ દિવસમાં ફાટી જાય તે કરતાં હજાર હાથવાળા પાસે આ લેખ વાંચનાર સૌ પ્રાર્થના કરીએ કે જેનાં ઘર તોડી પાડયાં છે,એમને કુદરત સજા કરશે અને તમારાં સપનાં ચકનાચુર કર્યાં છે તો એમનાં પણ થશે.અલ્લાહકી મસ્જિદમેં દેર હૈ મગર અંધેર નહીં ll
"પીપળ પાન ખરંતાં,હસતી કુંપડિયાં !!
અમ વીતી તુજ વીતશે,ધીરી બાપુડીયાં ll"
- વાત્ત્સલ્ય