સાચવીએ…..
દોસ્તો હળવાસથી વાંચીને
ગંભીરતાથી વિચારીએ….
આવતાં 10-15 વર્ષમાં
એક એવી પેઢી આવી જશે…..
જે ઘરમાં ટી-શર્ટ ચડ્ડીને બદલે
ઝબ્બો-લેંઘો પહેરવાવાળા છે….
ગાડી પોસાય છતાં
બસમાં ફરવાવાળા છે….
ઘરનાં દરેક જણ જમ્યા કે નહીં
તેનું ધ્યાન રાખવાવાળા છે….
ન જોઇતી લાઇટોને પંખા
બંધ કરવાવાળા છે….
તુટેલા સ્લીપરની પટ્ટી
બદલાવી ચાલવાવાળા છે….
હોટલો છોડી રેંકડીની કટિંગ
ચ્હા પીવાવાળા છે….
ત્રિફળા અને સુદર્શન લેવાવાળા છે,
દવા ને બદલે કાઢો-કરિયાતું
પીવાવાળાછે….
બેન્કમાં થોડા પૈસા ભરી
પાસબુક જોવાવાળા છે….
લાઇટ અને ટેક્સના બીલો
ઓનલાઇન ના ભરતાં,
રૂબરૂ ભરી રસીદ લઇ ફાઇલ
કરવાવાળા છે….
સંતાનો માટે બધીજ
બચત ખર્ચવાવાળા છે….
ટૂથપેસ્ટ છોકરાઓ કાઢી નાંખે
પછી પકડથી ટૂથપેસ્ટ કાઢી
અઠવાડિયું ચલાવવાળા છે….
રાત્રે દિકરા - દીકરી ઘરમાં ન આવે
ત્યાં સુધી ઘરમાં આંટા મારનારા છે….
આવી અનેક આદતો
ધરાવતા વડીલો પછી
જોવા નહીં મળે….
તો દોસ્તો વાંચો
હજુ તેમને સાચવી લઇએ
જય શ્રીકૃષ્ણ
સૌજન્ય:
વોટ્સએપ્સ
🙏