પ્રેમ છે પણ અજાણ આલયમાં.
એમ તો મળે નહીં છુપી યાદમાં.
વાત તો શોધતો જ વાય વાદમાં,
રવ બનીને વહી રહે તરુ પાનમા.
આમ ઓગળી વહી રહેશુ નાદમાં.
ચમકચિતાર દેખતા રહેશુ ચાદમા.
કદી શોધી લેશો જોડતા સંગાથમાં
વાણી વહેશુ સદા ભીતરના તારમાં.
મનરવ મજા મળે મોંધેરા માનમાં.
તનરવતારે પકૃત લહેરાય તાનમા.