ll માતૃભાષા દિને નમન માતૃભાષા તમને ll
🙏🏿🌹🙏🏿
બની શકે તેટલું ગુજરાતી શુદ્ધ બોલો,ગીત ગાતા હો તો પણ શબ્દોનો શુદ્ધ ઉચ્ચાર કરો.વાણી વર્તનનમાં કે હાવભાવમાં જે શબ્દો બોલો તે પણ શુદ્ધ બોલવાનો આગ્રહ રાખો.જેમ દરેક દેશની ભાષા છે,તેમને તેમની ભાષા બોલતાં શરમ નથી લાગતી તો આપણને ના લાગવી જોઈએ.ગુજરાતી ભાષામાં શુદ્ધ ઉચ્ચાર થશે તો તમારામાં આત્મવિશ્વાસ વધશે.સામે વ્યક્તિમાં તમારી છાપ શુદ્ધ ગુજરાતી તરીકે ઉભી થશે.
જો આપણામાં આપણે આપણી ભાષાને જીવતી નહિ રાખીએ તો કોણ જીવતી રાખશે?
માટે આપણી ભાષાને ક્યારેય ન ભૂલો.બીજા દેશની ભાષા બોલવામાં જે આનંદ આવે છે,તેવી રીતે પોતાની ભાષામાં એટલો જ આનંદ લાગવો જોઈએ.હવે તો અંગ્રેજી ભાષામાં આપણા ઘણા ગુજરાતી શબ્દો ઘુસાડી દેવામાં અહીંના ગુજરાતીઓ પરદેશ વસે છે તેમણે કઈંક અંશે સફળતા મેળવી છે.
તેમ આપણી ગુજરાતી ભાષામા પણ ઘણા એવા શબ્દોએ અડ્ડો જમાવ્યો છે.આપણને એમ થાય છે કે "ટેબલ" શબ્દ ગુજરાતી છે,પરંતુ આ શબ્દો ગુજરાતી નથી.આવા અનેક શબ્દો દૂધમાં ખાંડ ભળી જાય તેમ હોંશે હોંશે બોલવામાં મજા આવે છે.જેમકે Good,very nice, congratulations જેવા શબ્દો જલારામ બાપાની પ્રસાદી જેમ ભળી ગયા છે.
અન્ય ભાષા પ્રત્યે મને ખુબ માન સન્માન છે,તેમ મારી માતૃભાષા માટે મને ખુદને ગૌરવ છે.હું ખુદ શુદ્ધ ગુજરાતી બોલવાનો અને લખવાનો આગ્રહ રાખું છું અને અગ્રહી પણ છું.
ધન્યવાદ ગુજરાતી ભાષા બોલનારને,વાચન કરનારને અને લખનાર તમામને.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)