પૂછવાનો તો સવાલ નહોતો વેદના.
છતાં પૂછવું પડ્યું આ વિહવળ મનને.
જાણ તારી મને બધી જ હતી..
છતાં કિનારે ડૂબવું હતું આ મનને..
ભર બજારે છોડી જતા રહેવું આદત છે તારી
છતાં નિલામી માં ઊભું રહેતું આ વિહવળ મન.
નયનના ભાર વચ્ચે જીવાતી છે આ જિંદગી..
છતાં તારા સાથ માટે ઝંખતું રહે છે આ વિહવળ મન.