" કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા... "
" ઉંમર સાથે વધતા વર્ષો... આપણી સાથે કળા કરી ગયા.."
" કોઈને લીફ્ટ મળી ગઈ...
ને કોઈ દાદરા ચડી ગયા,
કોઈએ સંઘર્ષ કર્યો, કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.. "
દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા....
પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા..!
" સ્કૂલ / કોલેજ ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા..,
યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા...."
" ....પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા...
" આપણને સૌને અનાયસે અદ્ભૂત મિત્રો મળી ગયા..."
-Megha