ઊઠી કસક ને હૃદયમાંથી મૂંગી ચીસ નીકળી,
પરાણે અંતરમાંથી દબાયેલી એક રીસ નીકળી.
સંબંધનાં મોકળા મેદાનમાં આનંદિત ઊભી હતી,
જોતજોતામાં અવિશ્વાસની , અદ્રશ્ય ભીંસ નીકળી.
માંડ હાશકારો થયો મને કે,"સમસ્યાઓ સમી "
પાછો વળી જોઉં, એ તો એક નહિ એકવીસ નીકળી.
મલકાય છે શેનો તું ઈશ્વર ! ઉપર બેઠો બેઠો,
ઉલઝનો મારી વધારવા,શું નવી કોઈ દિસ નીકળી?
લાગતું હતું મને ,"કાંટાઓમાં સુરક્ષિત છે ગુલાબ",
તો ન જાણે ક્યાંથી આ કાંટાઓની ટીસ નીકળી.
✍️ સરગમ
-Priyanka Chauhan