કેમ કોઈ ઘરના દીપક ને બુજાવી ગયો એ આજે
કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવી ગયો એ આજે
કેમ થયો વેરી આજે આ કુદરત પણ
કેમ થયો કાળ આટલો ક્રૂર તું આજે
ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા
ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ
કેમ, થયો પ્રભુ આટલો કઠોર અને નિર્દય તું આજે
શું, તને દયા પણ ન આવી માઁ ની મમતા પણ આજે
કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે
કેમ થઈ કુદરત કઠોર તું આટલી આજે
કેમ થયો કાળ નિર્દય તું આજે ભૂલકાઓ ને પોતાના માં સમાવી ગયો તું આજે
કેમ થયો નિર્દય આ કાળ તું આજે કેમ થયો કઠોર આ કાળ તું આજે...
હેતલ. જોષી... રાજકોટ
🙏🙏ૐ શાંતિ 🙏🙏પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ ને મારી પ્રાર્થના 🙏🙏