અસર શું થઈ હતી રાત ની ચાંદની ને ખબર છે...
ચાંદે તો દૂર રહી ને એક નજર નાખી હતી...
રડતી આંખોની વેદનાની તો બસ ટેરવા ને ખબર હતી....
ગાલો એ તો સ્મિત સાથે નજરઅંદાઝ કરી હતી...
વિશ્વાસ આંખો બંધ કરી ને જ મૂકી દીધો હતો......
દિલાસાની વાતો કોઈએ અંતર દ્વારે આવીને કરી હતી...
હૃદય ધબકવાનું ભૂલી નથી જતું અંતિમ ક્ષણ સુધી...
કોઈની યાદો પણ એમાં ઇંધણ પૂરતી હતી....
જિંદગી તો ચાલતી જ હતી વગર ધક્કે આગળ તરફ...
પાછળ હાથ હલાવી એની મુલાકાતો ડોકિયું કરતી હતી...
-Tru...