પાછી વળુ જો હું, તો રાહ જોવી પડે તારી.
મારા આતમને ઉભું રહેવું ફાવે નહીં...
રાધા તો નહીં કે તું છોડીને જા ત્યાં હું ઉભી રહું.
છોડી જે જગ્યા એ પાછી ભરતા ફાવે નહીં.
મીરા તો નહીં કે મહેલ છોડી તારી પાછળ નીકળી પડું.
કૃષ્ણની જેમ વલોવાતી જિંદગી આપણને ફાવે નહીં.
મારા સન્માન થી બનેલી છે મારી આ દુનિયા.
કોઈના તૂટેલા સપના આપણને ફાવે નહીં.
વેદના જીવે છે પોતાની ખુમારી થકી....
તારી આ ખરબચડી લાગણી આપણને ફાવે નહીં.