મસ્ત ઝાંઝવાને પામવા માટે પતંગિયું બનવું ગમશે મને.
સરળ નથી પામવું તને પણ દોડવું ગમશે મને..
તારું ઠેકાણું તો ઢુકડું છે પણ ગોતવું ગમશે મને..
પેચ તો લાગ્યો છે આપણો ઢીલ આપવું ગમશે મને..
તારા હજાર નખરા સર આંખો પર ચડાવવા ગમશે મને..
તારા વાંકા નયન ના બાણ ઝીલવા ગમશે મને...
તારા દરેક પ્રશ્નના જવાબ આપવા ગમશે મને..
તારા બદલતા રંગો ના ભાવ જોવા ગમશે મને..
તારા દરેક જુલ્મ વેદનાં ને કબૂલ કરવા ગમશે..
બસ શબ્દોના વાર કરી ઘાયલ ન કરીશ,
બાકી જિંદગી બનીશ મારી ગમશે મને..