બને જો તું પતંગ તો બનું હું દોર,
લઈ જા મને , લઈ જવું હો જે કોર.
વિશાળ આભ બોલાવે બાંહો ફેલાવે,
સ્વાગતમાં આતુર , આપણને બોલાવે.
હવાનો હાથ ઝાલી , સંગાથે સહેલ કરીશું,
મંદ મંદ સ્વરે, વ્હાલની મીઠી વાતો કરીશું .
મેઘધનુષને અડવા, વાદળો સાથે લડવા,
ઊડીશું ઊંચે ને ઊંચે , પક્ષીઓને પકડવા.
બનને તું પતંગ, બનું હું તારી દોર,
જીવીશું સંગાથે, ગુંજવશું સ્નેહ શોર.
✍️ સરગમ
-Priyanka Chauhan