ને બની રહ્યું એક રહસ્ય
વણ ઉકેલ્યું, ગૂંચવાયેલું
સદંતર ચાલતી રહી દરેકની જિંદગી
છતાં એ સ્ત્રી... હા એજ સ્ત્રી
જે હંમેશા રહેતી પ્રવુત્તિશીલ
બેસી રહે છે ઘરના ઉંબરે
પ્રતીક્ષા ભરી ભીની નજરે
કોની રાહ.. કોની પ્રતીક્ષા..
બાવરી નજર ને ચહેરો ઉદાસ
બસ, રોજ દી વીતે ને એજ ક્રમ
ગામમાં ઉછળે અનેક પ્રશ્ન જવાબ મૌન.
-Falguni Dost