ચાલ આજે તને મારા મનમાં ચાલતું હું કહું...
લાગણીઓમાં ઘુંઘવાતા શબ્દોથી રુબરુ કરું...
અસ્ત વાતોનો કે મુલાકાતોનો રાખ મારા માથે,
સંબંધનું અંકુરણ કે સિંચન રાખ તારા માથે...
તને આપેલી એકલતા, બઘી તકલીફ મારા માથે,
મને આપેલા વહાલ, નિસ્વાર્થ પ્રેમ તારા માથે...
ના જોઈ, ના વિચારી શક્યો તારું સારું મારા માથે,
તારું મારી કાળજીમાં જીવન સમર્પણ તારા માથે...
-ધબકાર...