ઉભરાટનો એ સમંદર!
હું નિરાશ બેઠો હતો દરિયા કિનારે જોતાં ઊંચા મોજાં ઉછળતાં !
કોઈ આવી ગયું નજીક અને કહી રહ્યું હતું કાનમાં!
બે ત્રણ સવાલોના મારા વચ્ચે મારી બન્ને આંખે વરસવાનું ચાલુ કર્યું!
અરે! શું થયું તે તો બોલ ભાઈ ! રડ્યા કરીશ તો તારી કોણ સમજશે તકલીફ મનમાં !
ખિસ્સામાં રૂમાલ કાઢી લૂંછી મેં મારી આંખો !
હું બોલ્યો! મારી બેન! ખોવાઈ ગઈ છે અહીં તહીં મળતી નથી !
અરે! પાગલ હું જ તારી બેન છું! હું દરિયામાં તણાઈ ગઈ હતી.
દરિયે તારી બેન તને પાછી આપી છે.
ચાલ મને તારે ઘેર લઇ જા !!
બન્ને અજાણ્યાં ભેટી પડ્યાં કેમકે ભાઈને બેન અને બેનને ભાઈ મળી ગયો.
-वात्सल्य