🙏🙏આ ઉગતા "સુરજની" સોનેરી કિરણો સાથે પ્રભુએ 'આશિષ' મોકલ્યા હોય તેમ લાગે છે,
પૃથ્વી પર પડતાં ઝાકળ નાં મોતીથી 'ઈશ્વર ધરાને પવિત્ર' કરતા હોય તેમ લાગે છે,
જાણે મંદ-મંદ વહેતાં પવનમાં 'ઈશ્વર સ્પર્શીને' જતા હોય તેવો "અહેસાસ" લાગે છે,
મંદિરમાં બિરાજમાન 'ઈશ્વર' કરતાં પણ વધુ શોભિત 'કુદરતમાં સમાયેલો ભગવાન' લાગે છે,,,!!
-Parmar Mayur