સુરતના ટિમલિયાવાડ ખાતે આવેલી સંસ્થા 'ગરિમા', કે જે એક લેડીઝ કલબ છે, અને તે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. શાળામાં બાળકોને વાર્તા કહેવાનું કે પછી આદિવાસી વિસ્તારોમાં જઈને વિવિધ વસ્તુઓની સહાય કરવી, રાહત દરે સિલાઈ વર્ગો ચલાવવા, સભ્ય બહેનોને જરૂરિયાતનાં સમયે વગર વ્યાજની અલ્પ ધિરાણ આપવી, સભ્ય બહેનોનાં જન્મદિને એમને ગિફ્ટ આપવી તેમજ દર મહિને સભ્ય બહેનો માટે કોઈકને કોઈક સરસ મજાનો કાર્યક્રમ રાખવા જેવી પ્રવૃત્તિઓ કરે છે.
આ સંસ્થા તરફથી તારીખ 1 જાન્યુઆરી 2024નાં રોજ તેમનાં આ વર્ષનાં પ્રથમ કાર્યક્રમમાં વેશભૂષા તેમજ જે તે પાત્રના પરિચયની સ્પર્ધા રાખવામાં આવી હતી. સંસ્થાની 14 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મને મુખ્ય મહેમાન તેમજ નિર્ણાયક તરીકેનું આમંત્રણ મળ્યું હતું. આ આમંત્રણ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે સંસ્થાનાં હાલનાં પ્રમુખ શ્રીમતી મેઘાવીબેન પારેખનો પણ ખૂબ ખૂબ આભાર, કે જેમણે મને આ પદ માટે યોગ્ય ગણી.💐