તમને સમય મળશે ત્યાં સુધીમાં મારી આંખોના આંસુ સુકાઈ ને પીડા બની ગયા હશે ....
તમને સમય મળશે ત્યાં સુધી મારી પાંપણે ઉછરેલા સપના બીડાઈ ગયા હશે...
તમને સમય મળશે ત્યાં સુધીમાં મારી કલ્પનાઓ આકાશે પહોંચેલી જમીનદોસ્ત થઈ ગઈ હશે...
તમને સમય મળશે ત્યાં સુધીમાં મારી વાતો હવામાં ધુમ્મસ બની ગઈ હશે...
તમને સમય મળશે ત્યાં સુધીમાં હૃદયની લાગણી ઔપચારિક થઈ ગઈ હશે...
તમને સમય મળશે ત્યાં સુધીમાં પ્રેમ સંબંધ એકતરફી જીવાય ગયો હશે ..
તમને સમય મળશે ત્યાં સુધીમાં માણસ કરમાઈ રહ્યો હશે...
If you really have feelings or care for your relationship, give it time when it needs it...
-Tru...