Gujarati Quote in Motivational by shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઘોડા અને સફરજન વાળા જોકની સુધારેલી અને નવી અપડેટેડ આવૃત્તિ.*
🫣🫣🫣🫣🫣🫣

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો
વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસારમાં પતિનું ચાલે છે કે પત્નીનું ❓

એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્યમાં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામમાં અપાશે અને જેને ત્યાં પત્નીની સરકાર હોય એમને સફરજન મળશે...

*એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં.*

રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️

એવામાં એક મોટી મુછો, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો
અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય..
લાવો ઘોડો....🤣

રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું ..
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે..
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..

ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબારમાં પાછો આવ્યો....

રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️

જવાન : મહારાજ,
ઘરવાળી કહે છે કે...
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો છે તો સફેદ ઘોડો આપો...

રાજા: *ઘોડો મુક* 😠 *અને સફરજન લઇને હાલતી પકડ...*

એમ જ રાત પડી.
દરબાર વીખરાઇ ગયો..

અડધી રાતે મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો ...

રાજા : બોલો મહામંત્રી..
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના વ્યક્તિને ઘરેણાં કરવા કામ તો આવત..

રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું
પણ....
મહારાણીએ સુચન કર્યુ
અને મને પણ લાગ્યું કે
આ ઇનામ જ વ્યાજબી છે એટલે...

મહામંત્રી: *મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપુ ?...*❓

રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ..
મહામંત્રી આ સવાલ તો
તમે દરબારમાં
આજે અથવા સવારે પણ
પુછી શકતા હતા..
તો અત્યારે આવવાનું કારણ ⁉️

મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે
જાવ અત્યારે જ પુછતા
આવો એટલે સાચી
ખબર પડે....

રાજા (વાત કાપી ને) : *મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હું ઘરે મોકલી આપું* ⁉️😁

મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો,...
છે... અને રહેશે....

*તા.ક. (ખાસ નોંધ)*
હું આ પોસ્ટ આવતી કાલે મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ કીધું આવતી કાલ કોણે જોઈ છે. એટલે આજે જ મૂકી દો....!

*અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે.*જય હો
😛🤣😛🤣😛🤣😛🤣

Gujarati Motivational by shah : 111908444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now