કોઈ શહેરની એક ગલીમાં કોઈ જાણીતું જોયું!
કેટલી બધી ગલિયો છે એ શહેરની પરંતુ એ ગલીમાં જ વારંવાર સ્મિત આપી જતું જોયું!
મને લાગે છે કે ઘર હશે એનું એ ગલીમાં પરંતુ ઘર નથી એનું !
વિચાર આવે ઉભો ઉભો જોયા કરું કે ખેતર પાદર હશે એ તરફ!
પૂછું હું કોઈને તો બતાવે "ત્યાં કશુંય નથી."
હા એ સાંકડી શેરી ને નાકે મારું ઘર છે,પરંતુ એનું ત્યાં કોણ છે?
ત્યાં તો પીઠ પાછળ આવીને કોઈ ટપલી મારીને કહી રહ્યું સાક્ષાત
"હું છું એ મિત્ત તમારું !"
- वात्सल्य