❛❛નકામા તંત તોડીને શિવોહમ્ નાદ ગજવી દે,
બધાંયે સંત છોડીને શિવોહમ્ નાદ ગજવી દે.
નથી મુંડન કરાવ્યે કાંઈ પણ વળતું, ખરેખર તો-
અહંમનું શિર બોડીને શિવોહમ્ નાદ ગજવી દે.
બધા તારા હઠાગ્રહને સમજ શ્રીફળ અને પ્યારા,
સમયસર એ જ ફોડીને શિવોહમ્ નાદ ગજવી દે.
અનુભૂતિ એ ના મંદિર ન કોઈ મસ્જિદે મળશે,
હૃદયમાં ડૂબ દોડીને શિવોહમ્ નાદ ગજવી દે.
જીવન એક નાવ જેવું છે તજી દે મોહનું લંગર,
તું છુટ્ટી મૂક હોડીને શિવોહમ્ નાદ ગજવી દે.❜❜
- હરેશ ચાવડા "હરી"