શબ્દની સરવાણીમા સાથ કોઈ નથી હોતા,
ભાવ વહે નીતરતા કદી જીલાતા નથી હોતા.
અંધારે જ દિપક જલતા હોય છે સમજ સદા,
અંજવાશને એમ અંધારાય અળતા નથી હોતા.
સુવાસ વહે છે સહું નેમાટે સમાન રીતથી સદા,
ગુણ અવગુણ એ કોઈ ના ગણતા નથી હોતા,
વહેતી વણજાર સતત વિમુખ જ વહેતો એને,
મંજિલના રસ્તા કદી એમ જ મળતા નથી હોતા,
શબ્દના સ્નેહથી તો ગઝલ વહે છે નિજાનંદે,
મજાનંદે કોઈ મળે શબ્દમાં મળતા નથી હોતા.