બળું છું
કારણો ઊભાં કરીને એકલાં આવી મળું છું.
આવજો કહેતાં જ હરખાતી રહી પાછી વળું છું.
હા! અદાલત તો હતી, આરોપ મૂકી બ્હાર કરવાં,
સાંભળી સઘળું અહીં ભીતરથી ડરતી ત્યાં ભળું છું.
નામ પૈસા, માન મોભો ખાસ લાગ્યો'તો તને ત્યાં,
સાચવીને પ્રેમ વ્હાલા આખે આખીયે બળું છું.
ત્યાં શિખર પર પ્હોચતાં આનંદ સાથે જ્ઞાન પામી,
આ કશું શાશ્વત નથી જાણી પછી ખુદથી હળું છું
હાથ તાળી આપી સુખ છટકી જતું સ્થિરતા ધરીને,
ફેરવી માળા સમય સાથે ટકી રહેવા દળું છું.
ખૂબ મથ્યા તોય છેડો સાચવી રાખ્યો હતો ત્યાં,
છે કથા એવી અહીં, અપમાન જીવી ને ઝળું છું
જિંદગી આખી જીવી તરસી રહીને તોય વાંધો?
છુટકારો આજ આપ્યો પ્રેમથી ખુદથી છળું છું.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૩૦/૧૧/૨૦૨૩