નક્કી હતું, એ સમયે મળવાનું હતું,
શું એ સ્વપ્ન હતું? જે તૂટવાનું હતું!
પરીક્ષા ક્યાં હતી કે રાતભર વાંચવાનું હતું?
બસ , મનગમતું નામ હતું ,જે ઘૂંટવાનું હતું.
આલિંગીને એકમેકમાં ઓગળવાનું હતું,
પ્રેમ છે! પરપોટો નથી જેણે ફૂટવાનું હતું.
સમક્ષ નથી તોય સાનિધ્યમાં રહેવા ગમતું,
જાણું છું, અવસર પત્યો ,હવે ઊઠવાનું હતું.
તારા માટે ચાહત છે તો ચાહવાનું હતું,
એ ક્યાં ધનભંડાર છે, એણે ખૂટવાનું હતું?
-Priyanka Chauhan