મૃત્યુ ક્યારે?? આવું તો શું વિચારીએ...
પરમાત્માએ આપેલા જીવનની મજા લઈએ
જો માણીએ તો અહીઁ રોજ જીવન જીવાય છે
માની લઈએ તો અહીં રોજ રોજ મરાય છે
પરમાત્માની પ્રસાદી છે આ જીવન
એને રોજ રોજ શું કામ વખોડીએ?
આપેલા પરમાત્માના સુખ દુઃખને માથા પર ચડાવી લઈએ
જેને આપ્યું છે જીવન થોડો ભરોસો એના ઉપર પણ રાખીએ
રોજ રોજ મરવા કરતાં જીવનને ઉત્સાહ સાથે જીવી જાણીએ
મરવું તો નક્કી જ છે એકદિવસ,
પણ મરતા પહેલાં આ જીવન સાર્થક કરી જાણીએ
પરમાત્મા પણ એકવાર વન્સમોર કહી દે
એવું જીવન જીવી જાણીએ
પરમાત્મા પણ એકવાર વન્સમોર કહી દે
એવું જીવન જીવી જાણીએ
યોગી
-Dave Yogita