સુંદર વ્હેલી સવાર આવી રહી છે,
જાગ માણસ તને બોલાવી રહી છે,

જલ્દી જલ્દી તું ઉભો થઈ જા,
આળસ છોડી તું ખુલ્લો થઈ જા,

સૂરજ ભાણ પણ હવે ઉગી ગયાં,
તું પણ હવે જલ્દી ઉભો થઇ જા,

કુદરત પણ હવે મોજમા આવી ગઈ,
તું પણ હવે જલ્દી મોજમાં આવી જા,

તારાં નિત્ય ક્રમ જલ્દી પુરા‌ કરી લે,
સાથે સાથે રોજ સારાં કર્મ કરી‌ લે,

સુંદર વ્હેલી સવાર આવી રહી છે,
જાગ માણસ તને બોલાવી રહી છે..

મનોજ નાવડીયા

#vishvkhoj #heetkari

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111905064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now